ચક્રવાતી તોફાન 'બુરાવી' તમીલનાડુ અને કેરળમાં ત્રાટકે તેવી સંભાવના
Live TV
-
ભારતના હવામાન વિભાગે ચક્રવાત તોફાનની ચેતવણી આપતા કહ્યુ છે કે બંગાળની ખાડીમાં ઉચ્ચ દબાણને લીધે ચક્રવાતી તોફાન વાવાઝોડામાં ફેરવાય તેવી સંભાવના છે. કેરળ અને તમિલનાડુના અમુક ભાગો પર તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે ચક્રવાત તોફાન 'બુરાવી' 2 ડિસેમ્બરે સાંજે અથવા રાત્રે શ્રીલંકા ત્રિકોણમલી કાંઠાના નજીકથી પસાર થવાની આગાહી છે, જે 4 ડિસેમ્બરે કન્યાકુમારી તરફ આગળ વધી શકે છે. આ સમય દરમિયાન પવન પ્રતિ કલાક 75 થી 95 કિ.મી.ની ઝડપે આગળ વધશે. હવામાન વિભાગે કહ્યું કે ચક્રવાત કેરળ, પાંડુચેરી અને દક્ષિણ કાંઠાના આંધ્રપ્રદેશના અમુક ભાગોમાં પણ આવી શકે છે, જેના કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.
આગામી 24 કલાકમાં, ચક્રવાત તોફાન તીવ્ર બનશે. ચક્રવાત તોફાન બુરેવીની આશંકાને લઈને કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેરળ અને તમિલનાડુના સચિવો સાથે વાતચીત કરી હતી. ભારતીય હવામાન વિભાગે માછીમારોને દરીયો નહી ખેડવાની ચેતવણી આપી છે. સાથે જ તંત્ર દ્વારા NDRFની 26 ટીમોને એલર્ટ પર રખાઈ છે જેમાં તમિલનાડુમા 17 ટીમો, કેરળમા 8 ટીમો તથા પાંડુચેરીમા 1 ટીમને એલર્ટ રખાઈ છે.