Skip to main content
Settings Settings for Dark

ચક્રવાતી વાવાઝોડું ગજ તામિલનાડુના નાગાપટ્ટિનમ જિલ્લા પાસે ટકરાયું

Live TV

X
  • વાવાઝોડા દરમિયાન 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો

    ચક્રવાતી વાવાઝોડું ગજ ગત રાત્રે એક વાગ્યાને 40 મિનિટે તામિલનાડુના નાગાપટ્ટિનમ જિલ્લા પાસે ટકરાયું હતું. વાવાઝોડાને પરિણામે ઓછામાં ઓછા અગિયાર લોકોના મોત થયા છે. વાવાઝોડા દરમિયાન 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જોકે આજે સવારે વાવાઝોડુ તામિલનાડુંના ડિંડિગલમાં સ્થિર થઈ હયું હતું અને તેની તીવ્રતા પણ ઘટી ગઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે તામિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને વાવાઝોડાથી થયેલા જાનમાલના નુકસાન અંગે માહિતી મેળવી હતી. તેમજ રાહતઅ ને બચાવકાર્યની વિગતોથી પણ માહિતાગાર થા હતા. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ પત્રકાર પરષદ દરમિયાન મૃતકના પરિવારજનો માટે 0સ લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગજ વાવાઝોડાના કારણ થયેલા નુકસાનની સમીક્ષા સત્વરે કરવામાં આવશે અને રાહત સહાયતા માટે તે અહેવાલ કેન્દ્ર સરકાર પાસે રજૂ કરવામં આવશે. દરમિયાન ચેન્નઇ હવામન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર બાલચંદ્રએ જણાવ્યું હતું કે તારીથ અઢાર અને ઓગણીસ દરમિયાન દક્ષઇણ પશ્ચિમ ખાડીના મધ્ય ક્ષેત્રમાં એખ નવું દબાણ ઉભું થશે. જેને પરિણામે માછીમારોને તારીખ 19 અને 20 દરમિયાન દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply