Skip to main content
Settings Settings for Dark

ચક્રવાતી વાવાઝોડું ગાજા તામિલનાડુ પહોંચ્યું

Live TV

X
  • વાવાઝોડા દરમિયાન 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જોકે આજે સવારે વાવાઝોડુ તામિલનાડુંના ડિંડિગલમાં સ્થિર થઈ ગયું હતું અને તેની તીવ્રતા પણ ઘટી ગઈ હતી

    ચક્રવાતી વાવાઝોડું ગજ ગત રાત્રે એક વાગ્યાને 40 મિનિટે તામિલનાડુના નાગાપટ્ટિનમ જિલ્લા પાસે ટકરાયું હતું.વાવાઝોડાને પરિણામે કુલ 20 લોકોના મોત થયા છે. વાવાઝોડા દરમિયાન 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જોકે આજે સવારે વાવાઝોડુ તામિલનાડુંના ડિંડિગલમાં સ્થિર થઈ ગયું હતું અને તેની તીવ્રતા પણ ઘટી ગઈ હતી.કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે તામિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને વાવાઝોડાથી થયેલા જાનમાલના નુકસાન અંગે માહિતી મેળવી હતી.તેમજ રાહત અને બચાવકાર્યની વિગતોથી પણ માહિતાગાર થયા હતા. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ પત્રકાર પરિષદ દરમિયાન મૃતકના પરિવારજનો માટે દસ લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે ગજ વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની સમીક્ષા સત્વરે કરવામાં આવશે અને રાહત સહાયતા માટે તે અહેવાલ કેન્દ્ર સરકાર પાસે રજૂ કરવામાં આવશે.દરમિયાન ચેન્નઇ હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર બાલચંદ્રએ જણાવ્યું હતું કે તારીખ અઢાર અને ઓગણીસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ખાડીના મધ્ય ક્ષેત્રમાં એક નવું દબાણ ઉભું થશે.જેને પરિણામે માછીમારોને તારીખ 19 અને 20 દરમિયાન દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply