રાષ્ટ્રીય પ્રેસ ક્લબ દ્વારા નવી દિલ્હી ખાતે નેશનલ પ્રેસ ડેના ઉપક્રમે કાર્યક્રમ આયોજિત કરાયો
Live TV
-
નેશનલ પ્રેસ ડે નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પત્રકારત્વમાં વિશિષ્ટ કામ કરનારા પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા
આજે નવી દિલ્હી ખાતે નેશનલ પ્રેસ ડેના ઉપક્રમે રાષ્ટ્રીય પ્રેસ ક્લબ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ માધ્યમોને વધુ જવાબદાર બનવા સૂચન કર્યું હતું. નેશનલ પ્રેસ ડે નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પત્રકારત્વમાં વિશિષ્ટ કામ કરનારા પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ નાણા મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે સરકાર ક્યારેય માધ્યમોને દબાવવાનું કામ નથી કરતી. તો સૂચના તેમજ પ્રસારણ મંત્રી રાજ્ય વર્ધન સિંહ રાઠોડે જણાવ્યું હતું કે લોકશાહી માટે માધ્યમો મજબૂત સ્તંભ છે.
