ચક્રવાત બુલબુલ આજે રાતે પશ્ચિમબંગાળ,બાંગલાદેશના દરિયા કિનારે ત્રાટકવા શકવાની શક્યતા
Live TV
-
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત બુલબુલ આજે રાતે પશ્ચિમબંગાળ અને બાંગલાદેશના દરિયા કિનારા પર ત્રાટકવા શકવાની શક્યતા છે... તોફાનના પગલે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના તમામ વિસ્તારોમાં ભારે વરસાદની અને પવન ફુંકાઈ શકે છે.. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં નુકસાન રોકવાના પ્રયાસ કરાઈ રહ્યાં છે. હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતની અસરને કારણે ઓરિસ્સાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ અને પુરી, કેન્દ્રપાડા, જગતસીંગપુર જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રો બે દિવસ સુધી બંધ રાખવાના જણાવવામાં આવ્યું છે. તોફાનની અસરને કારણે 70 થી 80 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કાલે નવી દિલ્હના પ્રધાન સચિવ પી.કે. મિશ્રા એ બંને રાજ્યોને જરૂરી સહાયનો ભરોસો આપ્યો છે. સાથે ઓરિસ્સામાં પણ રાહત અને બચાવ કાર્ય માટે એજન્સીઓને કામે લગાવી દેવાઈ છે. અહીં મયુરભંજ સહિત અન્ય કેટલાક જિલ્લાઓમાં બુલબુલનો ખતરો વધુ રહેશે .
