Skip to main content
Settings Settings for Dark

ચાલુ વર્ષે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનની શરૂઆતમાં વિલંબ થઈ શકે છે: ભારતીય હવામાન વિભાગ

Live TV

X
  • ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ચાલુ વર્ષે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનની શરૂઆતમાં વિલંબ થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર ચોથી જૂનથી મોન્સૂનની શરૂઆત થવાની સંભાવના છે. તો બીજી તરફ રાજધાની દિલ્હીમાં આજે સવારે ધૂળની ડમરીવાળી આંધી આવી હતી. જેના કારણે શહેરની વાયુ ગુણવત્તા પ્રભાવિત થઈ છે. અને વિઝિબીલિટી ઓછી થઈ છે. 

    હવામાન વિભાગે આગામી કેટલાક કલાકોમાં દિલ્લી સહિત અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજસ્થાનના જયપુરમાં ગરમીથી લોકો ત્રસ્ત થયા છે. સતત લૂ ચાલી રહી છે. જેના કારણે લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. તો મધ્યપ્રદેશમાં ગત સાંજે છતરપુરમાં આવેલ વાવાઝોડાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply