Skip to main content
Settings Settings for Dark

ભુવનેશ્વરમાં ચાલી રહેલ જી20 સંસ્કૃતિ કાર્યસમૂહની બીજી બેઠકનો આજે અંતિમ દિવસ

Live TV

X
  • ભુવનેશ્વરમાં ચાલી રહેલ જી20 સંસ્કૃતિ કાર્યસમૂહની બીજી બેઠકનો આજે અંતિમ દિવસ છે. ત્યારે મંગળવારે વિદેશી પ્રતિનિધિઓએ કોણાર્કમાં વિશ્વપ્રસિદ્ધ સૂર્યમંદિરની મુલાકાત કરી. મંદિરની ભવ્યતા અને સંબંધિત ઈતિહાસે મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દીધા. 13મી શતાબ્દીમાં 1238 થી 1264 વચ્ચે સૂર્યમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને 1984માં યુનેસ્કો દ્વારા વિશ્વવિરાસત સ્મારકોમાં સૂર્યમંદિરને સામેલ કરવામાં આવ્યું. તેમજ બેઠકમાં અનેક મહત્વના વિષયો ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. બીજી બાજુ ભારતની જી20 અધ્યક્ષતા અંતર્ગત મુંબઈમાં ચાલી રહેલ ત્રીજી ઊર્જા પરિવર્તન કાર્યસમૂહની બેઠકનો આજે અંતિમ દિવસ છે. 

    બેઠકમાં જી20 સભ્ય દેશો, વિશેષ આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીની સાથે સાથે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોના 100થી વધુ પ્રતિનિધિઓ સામેલ છે. બેઠકમાં પ્રૌદ્યોગિકી અંતર, ઊર્જા પરિવર્તન, ભવિષ્યના ઈંધણ માટે પર્યાપ્ત નાણાકીય મદદ જેવા મુદ્દા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ આયોજનથી સભ્ય દેશો વચ્ચે સમજૂતી અને સમાજ દ્વારા સ્વચ્છ ઊર્જા સંક્રમણમાં વૈશ્વિક સહયોગને આગળ વધારવા મદદ મળશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply