Skip to main content
Settings Settings for Dark

ચીનના શહેર ચિંગદાઓ ખાતે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની 18મી બેઠક શરૂ

Live TV

X
  • ચીન ભારતને પૂરની સ્થિતિમાં બ્રહ્મપુત્ર નદીના 57 મીટરના સ્તર સહિતના આંકડા પૂરા પાડશે

    ચીનના શહેર ચિંગદાઓ ખાતે આજે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની 18મી બેઠક શરૂ થઈ છે. શિખર સંમેલનની શરૂઆતમાં ચીની પ્રમુખ જિન પિંગે, ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આઠ દેશના જૂથ - એસસીઓમાં પૂર્ણ સભ્ય તરીકે ભારત પહેલીવાર સંમેલનમાં ભાગ લઈ રહ્યું છે. આ અગાઉ પ્રધાનમંત્રી મોદી અને ચીની પ્રમુખ જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં બંને નેતાઓ વચ્ચે અનેક મહત્વના મુદ્દે ચર્ચા થઈ હતી. વિતેલા ચાર વર્ષમાં મોદી અને જિનપિંગ વચ્ચે આ 14મી મુલાકાત હતી.ચીની પ્રમુખ જિનપિંગે, આગામી વર્ષે અનૌપચારિક બેઠક માટે ભારત આવવાના પ્રધાનમંત્રી મોદીના નિયંત્રણને સ્વીકાર્યું હતું. બેઠક બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિજય ગોખલેએ જણાવ્યું હતું, કે ચીનના સંરક્ષણ મંત્રી અને ગૃહમંત્રી આ વર્ષના અંત સુધીમાં ભારતના પ્રવાસે આવશે. એસસીઓના મહાસચિવ રશિદ અલીમોવએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અને તઝાકિસ્તાનના પ્રમુખ ઈમામોલી રહમાનની પણ મુલાકાત લીધી હતી...

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સંગઠન SCO ની બેઠકમાં ભાગ લેવા ચીનના ચીંગદાવ શહેરમાં છે, જ્યાં તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી, જેમાં બે મહત્વના કરારો પર હસ્તાક્ષર થયા હતા. પહેલા કરાર અંતર્ગત, ચીન ભારતને પૂરની સ્થિતિમાં બ્રહ્મપુત્ર નદીના 57 મીટરના સ્તર સહિતના આંકડા પૂરા પાડશે. બીજા કરાર અંતર્ગત, ભારતમાંથી ચીનને થતી ચોખાની નિકાસ વધુ સરળ બનશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply