મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, નવી મુંબઈમાં જળ બંબાકાર
Live TV
-
દક્ષિણ પશ્ચિમમાં ચોમાસુ પહેલેથી જ સક્રીય થવા ને કારણે કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં 3-4 દિવસ વધુ વરસાદ પડવાની સંભાવના છે. 12 મી સુધી ગોવા અને કોંકણના વિસ્તારોમાં 40 થી 60 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો.
મુંબઈમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે.. થાણે, ભીવંડી, કલ્યાણ, મુંબ્રા, નવી મુંબઈ, અંધેરી, જોગેશ્વરી, શાંતાક્રુઝ વગેરે વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. સૌથી વધુ વરસાદ પૂર્વ મુંબઈમાં વરસ્યો છે. ઘાટકોપરમાં 4 થી 5 ઈંચ વચ્ચે વરસાદ પડ્યું હોવાનુ અનુમાન છે. આજથી 3 દિવસ સુધી મુંબઈમાં હજુ ભારે વરસાદ પડવાની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.તો મુંબઈ મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓની રજાઓ પણ ભારે વરસાદની આગાહીને પગલે રદ કરી દેવામાં આવી છે. શુક્રવાર રાતથી જ મુંબઈમાં ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો. જેને કારણે અંધેરી, સાકીનાકા, કુર્લા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. થાણે શહેર, ભીવંડી, કલ્યાણમાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડતા જનજીવનને અસર પડી હતી તો ભીવંડી, કાલવા, મુંબ્રા, લોકમાન્યનગર સહિત ઠેર ઠેર વિજળી ચાલી જતા લોકોને પરેશાની થઈ હતી.
