પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરાનો થયો ખુલાસો
Live TV
-
પૂણે પોલીસને ભીમા કોરેગાંવ તોફાનના કેસની તપાસ દરમ્યાન મળેલા એક પત્ર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરાની જાણ થઇ છે. રાજીવ ગાંધીની જેમ વર્તમાન પ્રધાનમંત્રીની હત્યા કરવાની યોજના હોવાની સંભાવના પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમનો ઇરાદો પ્રધાનમંત્રીના રોડ શોને ટાર્ગેટ કરવાનો હતો.
આ ઘટનાક્રમનાં પગલે પ્રતિબંધતિ સીપીઆઇ પાર્ટીના સંબંધિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે પોલીસ પાસે મજબૂત પુરાવા છે. દરમિયાન જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે નક્સલવાદ વિશે વાત કરતા જણાવ્યું હતું. કે નક્સલવાદનો પ્રભાવ 90 નક્સલી પ્રભાવિત જિલ્લામાં ઘટી ગયો છે. માત્ર 10 જિલ્લામાં જ નક્સલીઓ સક્રિય છે. હવે નકસલીઓ તેમની હારેલી લડાઈ લડી રહયાં છે. તો કેન્દ્રીયમંત્રી અરૂણ જેટલીએ બ્લોગમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ઉગ્રવાદથી પ્રભાવિત ક્ષેત્રો સિવાય પણ માઓવાદી ગતિવિધિઓના પૂરાવા મળ્યાં છે. આ એક ખતરનાક પ્રવૃત્તિ છે. જેનો અહેસાસ તમામ રાજનીતિક દળોને હોવો જોઈએ.
