ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (C.D.S) જનરલ બિપિન રાવત અને તેમની પત્નીનો પાર્થિવ દેહ આજે નવી દિલ્હી લાવવામાં આવશે
Live TV
-
દેશના પહેલા C.D.S. જનરલ બિપીન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 11 જવાનોના પાર્થિવ દેહ તમિલનાડુના મિલિટરી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. તમામના પાર્થિવ દેહ આજે નવી દિલ્હી લાવવામાં આવશે. તમિલનાડુના કુન્નૂરમાં કાલે બનેલી એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 11 અધિકારી-જવાનોનુ નિધન થયુ હતું.આ દુર્ઘટનામાં કેપ્ટન વરૂણસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભારતીય વાયુ સેનાએ આ દુર્ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે.જનરલ બિપિન રાવતને લઇ જઇ રહેલુ MI સિરિઝના હેલિકોપ્ટરે કાલે સવારે 11: 50 કલાકે કોઇમ્બતૂર સ્થિત સુલૂર વાયુ સેનાના સ્ટેશનથી ઉડાન ભરી હતી.તે નિલગીરી જિલ્લામાં સ્થિત વેલિન્ગટન રક્ષા અકાદમી જઇ રહ્યું હતું. જેમાં 4 ક્રુ મેમ્બર અને C.D.S. ના સ્ટાફ સહિત કુલ 14 લોકો સવાર હતા.
બપોરે 12:22 કલાકે હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો અને કુન્નૂરના જંગલ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. જેમાં 13 લોકોના મૃત્યુ થયા હતા.આ દુર્ઘટના અંગે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે સંસદમાં નિવેદન આપશે.તો ઉતરાખંડ સરકારે આજથી ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.ભારતીય સેના એ જનરલ બિપિન રાવતના નિધન પર શોક વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે ભારતીય સેના આ દુર્ઘટના અંગે દુ:ખી છે.C.D.S.જનરલ બિપીન રાવત વિઝનરી હતા અને ભારતીય સેનાના આધુનિકીકરણ માટે કાર્ય કરતા હતા તો આ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે,જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના નિધનથી સ્તબ્ધ અને દુ:ખી છુ. દેશે સૌથી બહાદુર સપૂત ગુમાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કરીજણાવ્યું હતું કે,જનરલ બિપીન રાવત એક સાચા દેશભક્ત અને ઉત્કૃષ્ટ સૈનિક હતા.તેમણે સશસ્ત્ર દળો અને સુરક્ષાતંત્રના આધુનિકીકરણમાં બહુ મહત્વનુ યોગદાન આપ્યુ હતું.
