રાજ્યસભામાં જનનીય પ્રોદ્યોગિક વિધેયક ૨૦૨૧ પસાર કરવામાં આવ્યું
Live TV
-
શિયાળુ સત્રમાં ગઇકાલે કેટલાક અગત્યના વિધેયક પસાર કરાયા હતા. ગઇકાલે રાજ્યસભામાં આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સહાયતા પ્રાપ્ત જનનીય પ્રોદ્યોગિક વિધેયક ૨૦૨૧ પસાર કરાયો હતો.આ બિલ લોકસભામાં પહેલેથી જ પસાર થઈ ચૂક્રયું છે. વિધેયકમાં ગર્ભાશય,અંતર,ગર્ભપાત થી જોડાયેલ વિષય પર દિશા-નિર્દેશ અને વ્યવસ્થા પ્રાપ્ત કરવા માટે માંગીકરણ કરવામાં આવશે. સાથે મહિલા અને બાળકોને શોષણથી સંરક્ષણ મેળવવા જોગવાઈ કરવામાં આવશે. વિધેયક અનુસાર કોઈ પણ મહિલા સરોગેસી બની શકશે. આ વિધેયકથી સરોગેસી લિગલ બનશે અને કુંવારી મહિલાઓ પણ સરોગેસી બની શકશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બિલ પસાર કરતી વખતે જણાવ્યું કે, હવે સિંગલ મહિલાઓ પણ સરોગેસીનો લાભ લઈ શકશે. ઉપરાંત બિલમાં સરોગેસી ઈન્સ્યોરન્સનો પણ લાભનું પ્રાવધાન છે. સરોગેસીના વ્યવસાયીકરણને રોકવા માટે સરકારે આ બિલ બનાવ્યું છે,જેમાં દંડ અને સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
