ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ દરેક પક્ષે પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર અભિયાનમાં જોડ્યા
Live TV
-
2019ના લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ દરેક પક્ષે પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર અભિયાનમાં જોડ્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી હોડીમાં બેસીને અહીં તેઓએ ગંગા કિનારા વિસ્તારના લોકો સાથે લોકસંપર્ક શરૂ કર્યો છે.
અહીંથી તેઓ વારાણસી પહોંચશે. પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસની નજર પૂર્વ યુપીની 40 બેઠકો પર છે. આ બેઠકો પર પક્ષને મજબૂત કરવા કોંગ્રેસ મહાસચિવ પક્ષના નાના મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. આ યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધી વાડરા અનેક જનસભા અને રોડ શોને સંબોધન કરશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ યુપીમાં અખિલેશ યાદવ મુલાયમ સિંહ યાદવ માયાવતી. અજીત સિંહ સામે પોતાના ઉમેદવારો નહીં ઉતારે. આ સમાચાર ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે આપ્યા હતી.
