રાજકીય પક્ષોના પ્રચાર પ્રસારની તમામ ગતિવિધિ પર ચૂંટણી પંચ ઝીણવટપૂર્વક નજર રાખી નિરીક્ષણ કરશે
Live TV
-
લોકસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોના પ્રચાર પ્રસારની તમામ ગતિવિધિ પર ચૂંટણી પંચ ઝીણવટપૂર્વક નજર રાખી નિરીક્ષણ કરશે આ માટે પંચના માર્ગદર્શન મુજબ તમામમાં જિલ્લાઓમાં સમિતિની રચના કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા આપવામાં આવતા પેઈડ ન્યૂઝ બાબતે આ સમિતી નજર રાખશે. લોકસભાની ચૂંટણી પૂર્વે આ સમિતિના સભ્યોને તેમની કામગીરી અંગેનું માગદર્શન આપવા માટે ખેડા જિલ્લા કલેક્ટર સુધીર પટેલ દ્વારા એક બેઠક યોજાઇ હતી. બેઠકમાં સ્થાનિક કેબલ ટીવી ઓપરેટરોને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાયબ કલેકટર રમેશ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂટણીલક્ષી તમામ મહત્વના મુદ્દા અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
