લોકસભાની ચૂંટણીને લઇને હવે આંતરરાજ્ય સરહદો પર પણ પોલીસ દ્વારા કડક સુરક્ષા
Live TV
-
લોકસભાની ચૂંટણીને લઇને હવે આંતરરાજ્ય સરહદો પર પણ પોલીસ દ્વારા કડક સુરક્ષા હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં પ્રવેશતા હાઇવે અને માર્ગો પર પણ હવે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું છે. અરવલ્લી અને સાબરકાંઠા એમ બંને જિલ્લાઓ રાજસ્થાન સરહદ સાથે જોડાયેલા છે. જેને લઇને આ બંને જિલ્લાઓમાં પણ પોલીસ દ્વારા સતર્કતા વધુ તેજ બનાવી દેવાઈ છે. અરવલ્લીની શામળાજી ચેકપોસ્ટ પર પણ પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકીંગ હાથ ધરાયું છે. આ સિવાય જિલ્લામાં આવેલી ચેકપોસ્ટ પર અને દિલ્હી-મુંબઇ નેશનલ હાઇવે સહિતના સ્ટેટ હાઇવે પર 24 જેટલી ટીમોને બાજ નજર રાખવા ફરજ પર ગોઠવવામાં આવી છે. ઉત્તર ભારત તરફથી અને ખાસ કરીને રાજસ્થાન અને હરિયાણા તરફથી આવતાં વાહનો પર નજર રાખીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગેરકાયદેસર હથિયાર સહીત તમામ પ્રતિબંધિત ચીજો પણ રાજ્યમાં હેરફેર ના કરાય અને ચુંટણીની પ્રક્રીયા દરમિયાન તેનો ઉપયોગ ના થાય તે બાબતને ધ્યાને રાખીને પોલીસે હવે ચોકસાઇ હાથ ધરી છે.
