મનોહર પર્રિકરના નિધન બાદ ગોવાના મુખ્યમંત્રી પદે પ્રમોદ સાવંતે લીધા શપથ
Live TV
-
રાજ્યપાલ મૃદુલા સિન્હાએ લેવડાવ્યા શપથ, અન્ય 11 મંત્રીઓએ પણ લીધા શપથ
મનોહર પર્રિકરના નિધન બાદ , પ્રમોદ સાવંતે ગોવાના મુખ્ય મંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ , મૃદુલા સિન્હાએ પ્રમોદ સાવંતને રાજભવનના દરબાદ હોલમાં એક સાદા સમારોહમાં મુખ્યમંત્રીના પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા. મુખ્યમંત્રી સિવાય , અન્ય 11 મંત્રીઓએ પણ ગોપનીયતા અને પદ માટે શપથ ગ્રહણ કર્યા હતા. સુધીર ધવલીકર, વિજય સર દેસાઈ, મનોહર અજગાંવકર, રોહન ખાંવટે, ગોવિંદ ગાવડે, વિનોદ અલઈ કર, જયેશ સલગાંવકર, મૌવિન ગૌ-દિન્હો, વિશ્વજીત રાણે , મિલિંદ નાઈક અને નિલેશ કબ-રેલે મંત્રીપદના ગોપનીયતા અને પદના શપથ ગ્રહણ કર્યા હતા. મનોહર પાર્રિકર સરકારમાં વિધાનસભા અધ્યક્ષ રહેલા , પ્રમોદ સાવંતને ગોવા રાજ્યની જવાબદારી મળી છે. 46 વર્ષીય પ્રમોદ સાવંતનો જન્મ , 24 એપ્રિલ , 1973ના રોજ ગોવાના કોથામ્બિમાં થયો હતો. તે ઉત્તર ગોવાના સેન્ક-લિમ , વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી જીતી આવ્યા છે. પ્રમોદ સાવંતે આયુર્વેદિક ચિકિત્સાલયમાં , મહારાષ્ટ્રના કોલ્હાપુરની ગંગા એજ્યુકેશન સોસાયટીથી ગ્રેજ્યુંએશન કર્યું છે. ત્યારબાદ તેમણે પુણેની , તિલક મહારાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્કમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. વ્યવસાયે તેઓ ખેડૂત અને આયુર્વેદિક ડોક્ટર પણ છે. તેમની પત્ની ,સુલક્ષણા વ્યવસાયે શિક્ષિકા છે
