Skip to main content
Settings Settings for Dark

ચૂંટણીપંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી

Live TV

X
  • ચૂંટણીપંચે મહારાષ્ટ્રમાં થનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડા ચૂંટણી કમિશનર અશોક લવાસા અને સુશીલ ચંદ્રએ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ , જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીઓ ઉપરાંત અન્ય લોકોને પણ મળ્યા હતા. મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ જણાવ્યું કે, મુખ્ય તહેવારોને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખો જાહેર કરાશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, મતદાન માટે EVM મશીનનો ઉપયોગ થશે અને આ મશીનોમાં કોઈપણ પ્રકારની છેડછાડ થઈ શકતી નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, અમુક રાજકીય પક્ષોએ ઉમેદવારોના ખર્ચની મર્યાદાને વધારવાની માંગ કરી છે અને અમુક પક્ષોએ ખર્ચને ઘટાડવાનું કહ્યું છે. શિવસેનાએ ચૂંટણીપંચ પાસેથી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચની વર્તમાન સીમા 28 લાખ રૂપિયાથી વધારીને 70 લાખ રૂપિયા કરવાની માંગ કરી છે. BJP અને NCPએ આ માગનું સમર્થન કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply