શેર માર્કેટમાં 250થી વધુ પોઈન્ટનું ગાબડુ
Live TV
-
શેરધારકોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું
છેલ્લા કેટલાક દિવસોથી સેન્સેક્સમાં મંદીનો માર જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ માર્કેટમાં 250થી વધુ પોઈન્ટનું ગાબડુ જોવા મળ્યું હતું. જેના કારણે શેરધારકોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું હતું. સેન્સેક્સમાં સતત ધોવાણને કારણે શેરહોલ્ડરોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું છે. માર્કેટમાં હાલ ભારે વેચવાલી ચાલી રહી છે. ઓટોમોબાઈલ્સ, બેંકિંગ સહિતના સેક્ટરના શેરોમાં ઘટાડો થઈ રહ્યું છે ત્યારે દિવસના અંતે સેન્સેક્સ 470 પોઇન્ટના ઘટાડા સાથે 36 હજાર 93 પર બંધ થયો હતો. જયારે નિફટી 135 પોઇન્ટના ઘટાડા સાથે 10 હજાર 704 પર થયો ક્લોઝ થયો હતો.
