ચૂંટણીમાં મતદારોને લલચાવવા માટે ઉપહાર ઉપર રોકથામ માટે ચૂંટણીપંચે કડક પગલાં શરૂ કર્યા
Live TV
-
ચૂંટણીમાં મતદારોને લલચાવવા માટે ઉપયોગમાં લેનારા રોકડ શરાબ સહિત અન્ય ઉપહાર ઉપર રોકથામ માટે ચૂંટણીપંચે કડક પગલાં શરૂ કર્યા છે. ચૂંટણીની જાહેરાત બાદ જપ્ત કરવામાં આવેલ ચીજવસ્તુ ઉપરથી તેનો અંદાજ આવે છે. ચૂંટણીપંચની ટીમે 1253 કરોડ 68 લાખ રૂપિયાની ચીજવસ્તુઓ જપ્ત કરી છે. તેમાં 122 કરોડ રૂપિયાનો દારૂ અને 183 કરોડના સોના - ચાંદીના ધરેણાં અને 675 કરોડના નાશાયુક્ત પદાર્થ જપ્ત કરાયા છે. સૌથી વધુ રોકડ અને અન્ય ચીજવસ્તુ સહિત 506 કરોડ રૂપિયાની ગુજરાતમાંથી જપ્તી કરાઈ છે. બીજા નંબરે 153 કરોડની જપ્તી તામિલનાડુમાંથી કરાઈ છે. ત્રીજા ક્રમે 142 કરોડની જપ્તી આંધ્રપ્રદેશમાંથી કરવામાં આવી છે.
