ચૂંટણી પંચ : PM મોદીના સંબોધનમાં કોઈપણ રીતે તેમની પાર્ટીનો પ્રચાર કરાયો ન હતો
Live TV
-
ચૂંટણી પંચે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું "મિશન શક્તિ" સંબોધન આચારસંહિતાનું ઉલ્લંઘન બનતું નથી. ચૂંટણીપંચે કહ્યું કે PM મોદીના સંબોધનમાં કોઈપણ રીતે તેમની પાર્ટીનો પ્રચાર કરાયો ન હતો. તેમણે સંબોધનમાં લોકોને મતની અપીલ કરી નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતાં જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકોએ લો અર્થ ઓરબિટમાં 300 કિલોમીટર દૂર એક લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો હતો. ત્યારબાદ વિપક્ષી દળોએ PM ઉપર આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.
