ચૂંટણી પંચે મમતા બેનર્જી બાદ હવે ભાજપના રાહુલ સિંહા પર લગાવ્યો પ્રચાર પ્રતિબંધ
Live TV
-
પશ્ચિમ બંગાળમાં પાંચમા તબક્કાના મતદાન માટે પ્રચાર કાર્ય પુરજોશમાં, 17 એપ્રિલે 45 સીટો માટે થશે મતદાન. ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ બંગાળમાં ચાર જગ્યાએ કર્યો રોડ શો
બંગાળમાં ચાલી રહેલાં વિધાનસભા ચૂંટણી પ્રચારને લઇને ભારત નિર્વાચન આયોગ દ્વારા કડક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આયોગ દ્વારા ભાજપના નેતા રાહુલ સિંહા પર 48 કલાક માટે પ્રચાર પ્રસાર નહીં કરવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. તો બીજી બાજુ પશ્ચિમ બંગાળના ભાજપા પ્રદેશ અધ્યક્ષ દિલીપ ધોષ ઉપર ઉત્તર ચોવીસ પરગામમાં ઉશ્કેરણી જનક ભાષણ કરવા બદલ નોટિસ ફટકારી, તેનો જવાબ માંગ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન આગામી 17 મી એપ્રિલના રોજ થનાર છે જે અન્વયે વિવિધ રાજકીય દળ પ્રચાર પ્રસાર માટે મેદાનમાં ઉતર્યા છે. ગઈકાલે ભાજપાના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે બંગાળમાં ત્રણ જગ્યાએ ચૂંટણી પ્રચાર અને રોડ શો કર્યો હતો. ભાજપા અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ પશ્ચિમ બંગાળમાં ચાર જગ્યાએ રોડ શો કર્યા હતા. ત્યારે બીજી બાજુ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી પર લગાવવામાં આવેલ ચૂંટણી પ્રચાર પ્રતિબંધ પૂર્ણ થતાં આજથી પ્રચારમાં ફરી ઝંપલાવ્યું છે.
