Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં ઉજવાઈ રહી છે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ

Live TV

X
  • પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સહીત અનેક લોકોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને 130 મી જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી

    કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આજે દેશભરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની 130 મી જન્મ જયંતીની ઉજવણી સાદગીથી કરવામાં આવી રહી છે. આજે મુંબઈના દાદર ખાતે આવેલ ડૉ. આંબેડકરના સમાધિ સ્થળ ચૈત્યભૂમિ ઉપર સવારથી જ લોકો ફૂલો અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે. 
    આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સવારે ટ્વિટ કરી બાબા સાહેબને શ્રદ્ધાંજલી અર્પિત કરતા કહ્યું હતું કે, તેમનો સંઘર્ષ દરેક પેઢી માટે મિસાલ બનશે. પ્રધાનમંત્રી સિવાય રાષ્ટ્રપતિ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર, આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સહિતના અનેક લોકોએ પણ ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply