Skip to main content
Settings Settings for Dark

ચૂંટણી પંચ દ્વારા ત્રીજા તબક્કામાં યોજાનાર મતદાન અંગે જાહેરનામુ

Live TV

X
  • આ તબક્કામાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 115 બેઠક પર 23 એપ્રિલે મતદાન થશે. આ તબક્કા માટે ઉમેદવારી પત્ર દાખલ કરવાની અંતિમ તારીખ ચાર એપ્રિલ છે. પછીના દિવસે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. આઠ એપ્રિલ સુધીમાં ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચશે.

    ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનું જાહેરનામું આ તબક્કામાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 115 બેઠક પર 23 એપ્રિલે મતદાન થશે. આ તબક્કા માટે ઉમેદવારી પત્ર દાખલ કરવાની અંતિમ તારીખ ચાર એપ્રિલ છે. પછીના દિવસે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. આઠ એપ્રિલ સુધીમાં ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચશે. ગુજરાત લોકસભાની તમામ 26, કેરળની તમામ 20, કર્ણાટક અને મહારાષ્ટ્રની 14 બેઠકો અને ઉત્તરપ્રદેશની 10 બેઠકો પર આ તબક્કામાં મતદાન થવાનું છે. આ તબક્કામાં લોકસભા ચૂંટણીની સાથો સાથ ઓડિશા વિધાનસભાની 42 બેઠકો માટે પણ મતદાન થશે. અમદાવાદ - 8 પશ્ચિમ વિભાગ લોકસભા સભ્યની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો જિલ્લા ક્લેક્ટર ઓફિસે ચૂંટણી અધિકારી આજથી ચોથી એપ્રિલ સુધી સ્વીકારશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 30 માર્ચના રોજ ગાંધીનગર લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply