વિશેષ અદાલતના આદેશને પગલે વિજય માલ્યાની યુબીએલના શેરોનું વેચાણ કરવામાં આવ્યું
Live TV
-
ઈડીની તપાસ પછી એસબીઆઈના નેતૃત્વ હેઠળના બેન્ક સમૂહને રૂપિયા 1008 કરોડ રૂપિયા જેટલી એનપીએની વસૂલાત કરવામાં મદદ મળી છે. વિશેષ અદાલતે આપેલા આદેશોને પગલે વિજય માલ્યાની યુનાઇટેડ બેવરેજીસ લીમીટેડ અર્થાત યુબીએલના શેરોનું વેચાણ કરવામાં આવ્યું હતું.
ઈડીની તપાસ પછી એસબીઆઈના નેતૃત્વ હેઠળના બેન્ક સમૂહને રૂપિયા 1008 કરોડ રૂપિયા જેટલી એનપીએની વસૂલાત કરવામાં મદદ મળી છે. વિશેષ અદાલતે આપેલા આદેશોને પગલે વિજય માલ્યાની યુનાઇટેડ બેવરેજીસ લીમીટેડ અર્થાત યુબીએલના શેરોનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ વેચાણને પગલે બેન્ક કોન્સોર્ટિયમને રૂપિયા એક હજાર, આઠ કરોડ મળ્યા છે. કિંગફિશર એરલાઇન લિમીટેડ અને વિજય માલ્યાની તપાસ દરમિયાન ઈડીને જાણકારી મળી હતી કે, યુબીએલ સંબંધી શેર અને અન્ય સંપત્તિ યસ બેન્ક પાસે ગિરવે હતી. આ મિલકતો પર ટાંચ મૂકવા ઈડીને પી.એ.એમ.એલ. વિશેષ કોર્ટ સમક્ષ અરજી કરી હતી.
