ચૂંટણી પ્રચારે પકડ્યો વેગ, મધ્યપ્રદેશ-મિઝોરમમાં 28 નવેમ્બરે ચૂંટણી
Live TV
-
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. ઝાબુઆ અને રિવામાં ગઈકાલે ચૂંટણી રેલીને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, કે, જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ,ત્યારે ભ્રષ્ટાચારે ,દેશને બરબાદ કરી દીધો હતો.
તેમણે કહ્યું હતું ,કે, તેને નિવરવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે અને તેના પરિણામ પણ જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમની સરકારે ,જે કામો ચાર વર્ષમાં કર્યા છે તે કોંગ્રેસ 55 વર્ષના શાસનમાં કરી શક્યું નથી.
છત્તીસગઢની 90 સીટો પર બે તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. બાકીના ચાર રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં ચૂંટણીનો પ્રચાર વેગ પકડી રહ્યો છે. આ રાજ્યોમાં રોજ પાર્ટીઓ પ્રચાર કરી રહી છે.
