ચોથા તબક્કા માટે નવ રાજ્યોની 72 લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થયું
Live TV
-
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે શાંતિપૂર્વક વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. નવ રાજ્યોની 72 બેઠકો માટે 961 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં લગભગ 12 કરોડ અગણ્યાએંશી લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ચોથા તબક્કામાં વધુમાં વધુ મતદાન કરવા મતદારોને અપીલ કરી છે. ચોથા ચરણમાં આજે મુંબઈની છ સહિત મહારાષ્ટ્રની સત્તર ઉત્તર પ્રદેશની 13 રાજસ્થાનની તેર પશ્ચિમ બંગાળની આઠ મધ્યપ્રદેશ અને ઓડિશાની છ-છ બિહારની પાંચ અને ઝારખંડની ત્રણ બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરથી અનંતનાગ બેઠકના કુલ-ગામ જિલ્લામાં પણ આજે મતદાન થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીની સાથોસાથ આજે ઓડિશા વિધાનસભાની 147 બેઠકો પૈકી 41 બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે. તે સાથે જ પટ-કૂરા બેઠકને બાદ કરતાં ઓડિશામાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થઈ જશે. મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો દિવ્યાંગો વૃદ્ધો અશક્તો પણ મતદાન માટે પહોંચી રહ્યા છે. ચૂંટણીમાં પહેલી જ વાર મતદાન કરી રહેલા યુવાન-યુવતી પણ ઉત્સાહમાં હતા. સાંજે 6 વાગ્યા સુધીમાં 72 બેઠક માટે 59.65 ટકા મતદાન થયું હતું. બિહારમાં 53.67 ટકા મધ્યપ્રદેશમાં 65.86 ટકા મહારાષ્ટ્રમાં 52.10 ઓડિશામાં 64.05 રાજસ્થાનમાં 63.68 ટકા મતદાન થયું હતું. ઉત્તર પ્રદેશમાં 53.34 ટકા પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 76.59 તો ઝારખંડમાં 63.77 ટકા મતદાન થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં એકમાત્ર અનંતનાગ બેઠક માટે 9.79 ટકા મતદાન નોંધાયું છે.
દેશમાં સવારથી જ ચોથા તબક્કા માટે નવ રાજ્યોની 72 લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થયું છે. મુંબઈની તમામ છ બેઠકો પર આજે મતદાન થયું છે. રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિ કાંતા દાસે મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું. તો મુંબઈમાં સવારથી જ સેલિબ્રિટીઝ મતદાન કરતા જોવા મળી હતી. અભિનેત્રી રેખા અભિનેતા રવિ કિશન ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને પરેશ રાવલે સવારે આરંભિક તબક્કામાં જ આવીને મતદાન કર્યું હતું. મુંબઈમાં માધુરી દીક્ષિત અને આમીર ખાને પણ મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું. તો કોંગ્રેસના ઉમેદવાર પ્રિયા દત્ત તેમજ ભાજપના ઉમેદવાર પૂનમ મહાજને પણ મતદાન કર્યું હતું. મુંબઈમાં કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે પણ મતદાન કર્યું હતું. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે પણ કતારમાં ઊભા રહીને મતદાન કર્યું હતું. રાજસ્થાનમાં આજે 13 લોકસભા બેઠક માટે મતદાન થઈ રહ્યું છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પણ સવારે મતદાન કર્યું હતું. છીંદવાડા બેઠક પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે મતદાન કર્યું હતું. એન.સી.પી. નેતા શરદ પવારે પણ સવારે મતદાન કર્યું હતું. ભાજપના નેતા સાક્ષી-મહારાજ અને ઉન્નાવ બેઠક પરના તેમના હરીફ ઉમેદવાર અનુ ટંડને પણ સવારમાં જ મતદાન કર્યું હતું. કોંગ્રેસના ફરૂખા બાદ બેઠકના ઉમેદવાર સલમાન ખુરશીદે પણ મતદાન કર્યું હતું.
