Skip to main content
Settings Settings for Dark

ચોમાસાના આગમનમાં એક અઠવાડિયાનો વિલંબ થઈ શકે છે: હવામાન વિભાગ

Live TV

X
  • ચોમાસું આઠ જૂન સુધીમાં કેરળ પહોંચે તેવી સંભાવના છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનથી કેરળમાં બેસી જાય છે. નોંધનીય છે કે હાલ મેદાની વિસ્તારમાં ભારે ગરમીનો કેર જોવા મળી રહ્યો છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો.

    હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસાના આગમનમાં એક અઠવાડિયાનો વિલંબ થઈ શકે છે. હવે ચોમાસું આઠ જૂન સુધીમાં કેરળ પહોંચે તેવી સંભાવના છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનથી કેરળમાં બેસી જાય છે. નોંધનીય છે કે હાલ મેદાની વિસ્તારમાં ભારે ગરમીનો કેર જોવા મળી રહ્યો છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો. આ વિસ્તારમાં હળવો વરસાદ થયો પરંતુ ગરમીથી કોઈ રાહત નથી મળી. દિલ્હીમાં પણ લોકો ગરમીથી પરેશાન છે. અહીં પણ કેટલાક વિસ્તારમાં તાપમાન 44 ડિગ્રી પહોંચી ગયું છે. કાલે રાજસ્થાનમાં ચુરૂ સૌથી ગરમ સ્થાન રહ્યું, ઉત્તરપ્રદેશના બાંદામાં 47.2 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું. આગ્રામાં પણ તાપમાન 45 ડિગ્રી પાર કરી ગયો છે. હવામાન વિભાગે પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં અલગ-અલગ સ્થાન પર આંધીની ચેતાવણી આપી છે. જમ્મુમાં પણ ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે. જમ્મુનું તાપમાન 42.2 ડિગ્રી પહોંચી ગયું જે સરેરાસ તાપમાન કરતાં 2.7 ડિગ્રી વધુ છે. તો રાજ્યમાં પણ ગરમીનો કેર યથાવત છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવવાના ચાલું રહેતા. અમદાવાદમાં ગરમીનો પારો 43.6, ડિગ્રી સુઘી પહોંચ્યો છે. અમરેલીનું તાપમાન 43 ડિગ્રી, રાજકોટનું 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ગરમીનો કેર યથાવત રહેશે. તેમજ ભેજ વઘતાં બફારો પણ અનુભવાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply