છત્તીસગઢમાં નક્સલીઓ પર પોલીસે છાપો મારી નકલી નોટો કરી જપ્ત
Live TV
-
છત્તીસગઢમાં સુરક્ષા દળોને નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત મોટી સફળતા મળી છે. છત્તીસગઢમાં નક્સલીઓ નકલી નોટો છાપતા હોવાનું સામે આવ્યું છે.
છત્તીસગઢમાં નક્સલીઓનો વધતા આતંક વચ્ચે સુકમા પોલીસે નક્સલીઓની છાવણી પર છાપા માર્યા હતા. આ રેડ દરમિયાન નક્સલવાદી કેમ્પમાંથી નકલી નોટો છાપવાનું મશીન મળી આવ્યું છે. પોલીસે સ્થળ પરથી રૂ. 50, 100, 200 અને 500 ની નકલી નોટો, શાહી, ઇન્વર્ટર મશીન અને હથિયારો પણ જપ્ત કર્યા છે. સુરક્ષા દળોની આ કાર્યવાહીમાં નક્સલવાદીઓના નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. નક્સલવાદીઓ છેલ્લા ઘણા દિવસોથી આ નકલી નોટો છાપી રહ્યા છે, જે બસ્તરના અંતરિયાળ વિસ્તારોમાં આવેલ બજારોમાં ખર્ચવામાં આવે છે. નક્સલીઓ કેટલા વખતથી આ નકલી નોટો છાપી રહ્યા હતા, મશીન અને શાહી ક્યાંથી મેળવ્યા તેમજ નકલી નોટો ક્યા ક્યા સ્થળો અથવા સ્થાનિક માર્કેટમાં વટાવી છે તે સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.
