છત્તીસગઢમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં 22 જવાનો શહિદ
Live TV
-
છત્તીસગઢમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થતા જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો. રાજ્યનાં ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુએ 22 જવાનોનાં શહિદ થવાની પુષ્ટી કરી છે.
છત્તીસગઢનાં બીજાપુરમાં તર્રમ જંગલોમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં 22 જવાનો શહિદ થયા છે.. આ અથડામણમાં હજુ પણ એક જવાન ગુમ છે અને 30 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. CRPF, DRG, જિલ્લા પોલીસ દળના જવાનો , સંયુક્ત રીતે તપાસ કરવા નીકળ્યા હતા ત્યારે નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. તેથી જવાનો દ્વારા પણ જવાબી કાર્યવાહી કરી હતી , અને 2 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. જવાનોને રેસ્ક્યુ કરવા માટે 2 હેલિકોપ્ટર, અને 9 એમ્બ્યુલન્સ બીજાપુર જિલ્લા મુખ્યાલય ખાતે મોકલવામાં આવ્યા છે. શહિદોમાં D.R.G તેમજ એક CRPFના જવાન સામેલ છે.. રાજ્યનાં ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુએ 22 જવાનોનાં શહિદ થવાની પુષ્ટી કરી છે. G.M માસ્ટરમાઈન્ડની કંપની સાથે જવાનોનો સામનો થયો હતો.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ધટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, મારી સંવેદના છત્તીસગઢમાં નક્સલીઓ સાથે લડતા શહિદ થયેલા જવાનોના પરિવારજનો સાથે છે. વીર જવાનોની શહાદતને ક્યારેય ભૂલાવી નહી શકાય. ધાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરૂ છુ. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢનાં મુખ્યમંત્રી સાથે આ અંગે વાતચીત કરી હતી. તેમજ CRPFનાં વડાને છત્તીસગઢ જઈને સ્થિતીની સમિક્ષા કરવાનો આદેશ કર્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ ધટના અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ.
