છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત
Live TV
-
આવતીકાલે મતદાન, 11 ડિસે.ના રોજ મતગણતરી
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણ માટે ,ગઈકાલે સાંજે પ્રચાર પડઘમ શાંત થયા હતા. વિધાનસભા ચૂંટણીના, પ્રથમ ચરણ માટે 18 વિધાનસભા માટે ,આવતીકાલે મતદાન યોજાશે. જ્યારે 72 બેઠકો ઉપર ,20 નવેમ્બરે મતદાન થશે. રાજ્યમાં મતગણતરી ,11 ડિસેમ્બરે થશે.તો આ તરફ ચુંટણી પંચે 12 નવેમ્બરથી 7 ડિસેમ્બર વચ્ચે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણા વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખતા, એક્ઝિટ પોલ એટલે કે મતદાન બાદ સર્વેક્ષણના પ્રકાશન અને પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પંચે એ પણ કહ્યુ છે કે, મતદાન પુર્ણ થયાના 48 કલાક પહેલાથી ઓપિનિયન પોલ એટલે કે મતદાન પુર્વેનું સર્વેક્ષણ કે અન્ય સર્વેક્ષણોનું પરિણામ, ઈલેક્ટ્રોનિક મિડિયા અને અન્ય કોઈ માધ્યમ દ્વારા પ્રસારિત કરવા પર પ્રતિબંધ રહેશે.
