પ્રથમ વિશ્વ યુધ્ધની સમાપ્તીને આજે 100 વર્ષ પૂર્ણ
Live TV
-
પ્રધાનમંત્રીએ સંદેશમાં પ્રથમ વિશ્વ યુધ્ધમાં લડાઇ કરનાર બહાદૂર સિપાહીઓને યાદ કર્યા
પ્રથમ વિશ્વ યુધ્ધની સમાપ્તીને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારત વિશ્વ શાંતિ તથા સૌહાર્દ અને ભાઈચારાનું ,વાતાવરણ બનાવવા માટે ,કામ કરવા પ્રતિબધ્ધ છે. જેથી યુધ્ધથી થનાર ,મોત અને વિનાશ ઉપર સ્થાઈ વિરામ લાગી શકે. પ્રધાનમંત્રીએ સંદેશમાં પ્રથમ વિશ્વ યુધ્ધમાં લડાઇ કરનાર ઝાબાંજ સિપાહીઓને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, આ એક એવું યુધ્ધ હતું જેમાં, ભારત સીધું સામેલ ન હતું. પરંતુ આપણાં સૈનિકોએ, શાંતિ સ્થાપવા માટે દુનિયાભરમાં લડાઈ લડી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમણે ફ્રાન્સમાં નૂપ, શૈપલ સ્મારક અને ઇઝરાયલનું હાઇફા સ્મારકમાં શ્રધ્ધાસુમન અર્પણ કરવાનું ,સૌભાગ્ય મળ્યું હતું. આ બંને સ્થળ, પ્રથમ વિશ્વ યુધ્ધમાં ભારતના યોગદાનની ,યાદ અપાવે છે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમણે ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ, સાથે તેમની ભારત યાત્રા દરમિયાન ,નવી દિલ્હીમાં તીનમૂર્તિ, હાઇફા ચોકમાં આપેલ શ્રદ્ધાજંલિ યાદ છે.
