છત્તીસગઢમાં બીજા તબક્કાની ચૂંટણી માટે 1249 ઉમેદવારીપત્ર માન્ય
Live TV
-
બીજા ચરણ માટે 19 જિલ્લામાં 72 વિધાનસભા બેઠક માટે 20 નવેમ્બરે મતદાન અને 11 ડિસેમ્બરે મત ગણતરી થશે.
છત્તીસગઢમાં બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ચકાસણી બાદ કુલ એક હજાર 249 ઉમેદવારના ઉમેદવારીપત્ર માન્ય થયા છે. બીજા ચરણની ચૂંટણી માટે 26 ઓક્ટોબરે જાહેરનામુ બહાર પાડ્યા બાદ બે નવેમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરાયા હતાં, જેમાં બે હજાર 655 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. આજે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની અંતિમ તારીખ છે. બીજા ચરણ માટે 19 જિલ્લામાં 72 વિધાનસભા બેઠક માટે 20 નવેમ્બરે મતદાન અને 11 ડિસેમ્બરે મત ગણતરી થશે.
મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ આજે ઉમેદવારીપત્ર દાખલ કરશે. રાજ્યવિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે બીજી ઉમેદવાર યાદી જાહેર કરી છે, જેમાં પક્ષે 16 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. પાંચ વર્તમાન ધારાસભ્યને ફરી ટીકિટ મળી છે. શનિવારે 155 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. અહીં ભાજપાએ અગાઉ 176 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે
