છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ
Live TV
-
પ્રથમ તબક્કામાં નક્સલ પ્રભાવિત આઠ જિલ્લાના અઢાર વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન કરવામાં આવી રહ્યું છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન થાય તે માટે સુરક્ષાનું સંપૂર્ણ આયોજન કરાયું.
છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આ પ્રથમ તબક્કામાં નક્સલ પ્રભાવિત આઠ જિલ્લાના અઢાર વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન કરવામાં આવી રહ્યું છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન થાય તે માટે સુરક્ષાનું સંપૂર્ણ આયોજન કરાયું છે. સુરક્ષા માટે લગભગ એક લાખ સુરક્ષા કર્મચારીઓને ખડેપગે રાખવામાં આવ્યા છે. તેમજ સેનાના કર્મચારી અને બીએસએફના હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં પ્રથમ વખત ડ્રોન દ્વારા ચૂંટણીની સમીક્ષા કરવામાં આવી રહી છે. નક્સલ પ્રભાવિત 10 વિસ્તારોમાં મતદાન બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલુ રહેશે. જ્યારે અન્ય ક્ષેત્રોમાં મતદાન સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે. આ પ્રથમ તબક્કામાં 176 ઉમેદવાર મેદાનમાં છે, જેમને ચૂંટવા માટે 16 લાખ મહિલાઓ સહિત રાજ્યના 31 લાખ લોકો મતદાન કરશે.
