Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીમાં હજારો કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

Live TV

X
  • આ યોજનામાં એક હજાર પાંચસ બોત્તેર કરોડ રૂપિયાની માર્ગ યોજના સિવાય પણ ગંગા પર બનેલ આંતરદેશીય જળમાર્ગ ટર્મિનલ રાષ્ટ્રને અર્પિત કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં હજારો કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ યોજનામાં એક હજાર પાંચસ બોત્તેર કરોડ રૂપિયાની માર્ગ યોજના સિવાય પણ ગંગા પર બનેલ આંતરદેશીય જળમાર્ગ ટર્મિનલ રાષ્ટ્રને અર્પિત કરશે. આ સિવાય પ્રધાનમંત્રી જે માર્ગ યોજનાઓનું ઉદઘાટન કરશે, તેમાં 16.5 કિલોમીટર લાંબા વારાણસી રીંગરોડના બીજા તબક્કાની સાથે 17.25 કિલોમીટર લાંબી બાબતપુર વારાણસી રોડના ફોરલેનનો સમાવેશ થાય છે. આ માર્ગ દ્વારા વારાણસીમાં રહેલ એરપોર્ટનો માર્ગ સુગમ બનશે. સાથે જ જોનપુર, સુલતાનપુર, લખનૌ જવા માટે પણ સરળતા રહેશે. તેમજ આ માર્ગ દ્વારા વારાણસી શહેરમાં જવાની જરૂર નહીં રહે અને બાયપાસ દ્વારા સારનાથ જનારા બૌદ્ધ પ્રવાસીઓને પણ આ રીંગરોડ ખુબ લાભકારક સાબિત થશે. તેમજ આ વિસ્તારના લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો પણ વિકાસ થશે, જેથી રોજગારમાં વધારો થશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply