છત્તીસગઢ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપની પરિવર્તન યાત્રાની કરાવશે શરૂઆત
Live TV
-
છત્તીસગઢમાં આજથી ભાજપની પરિવર્તન યાત્રાની શરૂઆત થશે. આ યાત્રા 87 વિધાનસભા મત વિસ્તારોમાં ફરશે.
છત્તીસગઢમાં આજથી ભાજપની પરિવર્તન યાત્રાની શરૂઆત થશે. આ યાત્રા 87 વિધાનસભા મત વિસ્તારોમાં ફરશે. આ દરમિયાન પાર્ટી ભૂપેશ બઘેલ સરકારના કથિત ભ્રષ્ટાચાર અને કેન્દ્રની જનકલ્યાણ યોજનાઓને જનતા સમક્ષ મૂકશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ દંતેવાડામાં મા દંતેશ્વરી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ પરિવર્તન યાત્રાને લીલીઝંડી બતાવશે. જે બાદ તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે.
