સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લદ્દાખમાં સૌથી ઉંચા કોમ્બેટ એરબેઝનો કરશે શિલાન્યાસ
Live TV
-
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. યાત્રા દરમિયાન તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. યાત્રા દરમિયાન તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ SIDM દ્વારા આયોજિત એક પરિસંવાદમાં પણ તેઓ ભાગ લેશે.
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન લદ્દાખના ન્યોમામાં વિશ્વનું સૌથી ઉંચુ કોમ્બેટ એરબેઝ બનાવવા જઈ રહ્યું છે. સરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુના દેવક બ્રિજથી આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ યાત્રાને લઇને રાજનાથ સિંહે સોશિયલ મીડિયામાં જાણકારી આપતા જણાવ્યું કે, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનએ ભારતના સરહદી માળખાને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
