છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 70 ટકાથી વધુ મતદાન નોંધાયું
Live TV
-
પ્રથમ તબક્કામાં 190 ઉમેદવાર મેદાનમાં છે, જેમને ચૂંટવા માટે 16 લાખ મહિલાઓ સહિત રાજ્યના 31 લાખ લોકોએ મતદાન કર્યું હતું.
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 70 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. આ પ્રથમ તબક્કામાં નક્સલ પ્રભાવિત આઠ જિલ્લાના અઢાર વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન થયું હતું. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન થાય તે માટે સુરક્ષાનું સંપૂર્ણ આયોજન કરાયું હતું. આ પ્રથમ તબક્કામાં 190 ઉમેદવાર મેદાનમાં છે, જેમને ચૂંટવા માટે 16 લાખ મહિલાઓ સહિત રાજ્યના 31 લાખ લોકોએ મતદાન કર્યું હતું. છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં રાજનંદગાંવ પર બધાની નજર રહેશે.રાજનંદગાંવથી મુખ્યમંત્રી રમણસિંહ ચૂંટણી લડી રહ્યાં છે.ત્યારે કોંગ્રેસે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ભત્રીજી કરુણા શુક્લાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યાં છે.છત્તીસગઢમાં નકસલીઓને મતદાતાઓએ જડબાતોડ જવાબ આપ્યો હતો.મતદાન મથકોએ મતદાતાઓની લાંબી કતારો જોવા મળી હતી.
