છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 26,291 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા
Live TV
-
મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં દૈનિક ધોરણે કોવિડ-19ના કેસમાં સતત મોટી સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા કુલ નવા કેસમાંથી 78.41% દર્દીઓ આ પાંચ રાજ્યોમાંથી નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 26,291 દર્દીઓ સંક્રમિત થયા છે. ભારતમાં આજે કુલ સક્રિય કેસનું ભારણ 2,19,262 સુધી પહોંચ્યું છે જે કુલ પોઝિટીવ કેસમાંથી 1.93% દર્શાવે છે. ભારતના કુલ સક્રિય કેસમાંથી 77% દર્દીઓ માત્ર ત્રણ રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં છે. દેશના કુલ સક્રિય કેસના ભારણમાંથી માત્ર મહારાષ્ટ્રમાં જ 58% સક્રિય કેસ છે. ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,10,07,352 નોંધાઇ છે. દેશમાં સરેરાશ સાજા થવાનો દર 96.68% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 17,455 દર્દીઓ સાજા થઇ ગયા છે. નવા સાજા થનારા 84.10% દર્દીઓ છ રાજ્યોમાંથી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 118 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
