મ્યાનમારમાં લોકતંત્ર સમર્થક આંદોલનકારીઓ પર સેના દ્વારા થઇ રહેલી હિંસા
Live TV
-
મ્યાનમારમાં લોકતંત્ર સમર્થક આંદોલનકારીઓ પર સેના દ્વારા લગાતાર હિંસા થઇ રહી છે. પ્રદર્શનકારીઓએ ગઇ કાલે યગુનના ઉપનગરી વિસ્તારમાં ચીનની આર્થિક મદદથી ચાલી રહેલા કારખાનાઓ પર આગચંપી કરી હતી. જેના કારણે સુરક્ષાદળોએ ગોળીબાર કરતા 39 પ્રદર્શનકારીઓના મોત નિપજ્યા હતા. આ હિંસામાં એક પોલીસ અધિકારીનું પણ મોત થયુ હતુ. ગયા ફેબ્રુઆરીથી ચાલી રહેલા આ આંદોલનમાં પોલીસ અધિકારીનું મોત થવાની આ બીજી ઘટના છે. તો બીજી તરફ લોકપ્રિય નેતા સુચિને આજે અદાલતમાં રજૂ કરવામાં આવશે.
