BJP દ્વારા આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની જાહેરાત કરાઈ
Live TV
-
આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી ખાતેના ભાજપના મુખ્યમથકથી ભાજપના મહાસચિવ અરૂણસિંહે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. જેમાં આસામમાં ત્રીજા ચરણની ચૂંટણી માટે 17 પશ્ચિમ બંગાળ માટે ત્રીજા અને ચોથા ચરણ માટે 67 ઉમેદવારો જાહેર કરાયાં છે. આ ઉપરાંત કેરળમાં ભાજપ 115 બેઠકો ઉપર ચૂંટણી લડશે જેમાં મેટ્રો મેન ઇ.શ્રીધરનના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે તામિલનાડુમાં 20 બેઠકો ઉપર ભાજપ ઉમેદવારી કરશે. જેમાં ભાજપે તામિલનાડુમાં એઆઇએડીમકે સાથે જોડાણ કર્યું છે. ભાજપે ક્હયું હતુંકે પશ્ચિમ બંગાળમાં ભાજપ 200 બેઠકો ઉપર જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જ્યારે તામિલનાડુમાં એનડીએને પૂર્ણ બહુમતી મળે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી હતી.
