જમ્મુકાશ્મીરમાં શાંતિમય વાતાવરણ વચ્ચે NSAની મુલાકાત
Live TV
-
જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી લાગેલી કલમ 144 વચ્ચે હાલત સામાન્ય છે. પોલીસ અને સુરક્ષાબળ સુરક્ષામાં કોઈ કચાસ રાખી રહી નથી. આ બધાની વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ઘણા મોટા અધિકારી રાજ્યમાં હાજર છે. એનએસએ અજીત ડોભાલ શોપિયામાં સામાન્ય લોકો સાથે ભોજન અને વાતચીત કરવા જોવા મળ્યા હતા.
ડોભાલે સ્થાનિક લોકોને આશ્વાસન આપ્યું કે તેમની સુરક્ષા સરકારની જવાબદારી છે. ડોભાલે શોપિયા જિલ્લામાં લોકોને કહ્યું કે બધુ ઠીક થઇ જશે. તમારી રક્ષા અને સુરક્ષાની જવાબદારી અમારી છે. તેમણે ક્ષેત્રમાં રહેલા પોલીસકર્મીઓ સાથે પણ મુલાકાત કરી હતી અને રાજ્યમાં સ્થિતિને નિયંત્રણ બનાવી રાખવામાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી. કલમ-370 હટાવવાના નિર્ણય પર બધા વિસ્તારોમાં સકારાત્મકતા જોવા મળી રહી છે.
બીજી તરફ જમ્મુમાં જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. લોકો પોતાના ઘરેથી નિકળીને કામ માટે દુકાન અને સરકારી ઓફિસ જઈ રહ્યા છે. જમ્મુમાં બધી દુકાનો ખુલ્લી છે. લોકો ખરીદી કરવા માટે પોતાના ઘરેથી બહાર નિકળી રહ્યા છે. બજારમાં રોનક જોવા મળી રહી છે. દુકાનદારો પણ બજાર ખુલવાથી ખુશ જોવા મળી રહ્યા છે. લોકો પણ હાલત સામાન્ય થવાથી ખુશ છે. જમ્મુમાં કલમ 370 હટવાથી લોકો ખુશ છે.
