Skip to main content
Settings Settings for Dark

સુષમાજીના નિધનથી સમગ્ર દેશમાં શોકની લાગણી

Live TV

X
  • ભારતિય જનતા પાર્ટીના તેજસ્વી અને લોકપ્રિય એવા પુર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની ઓંચિતી ચિર વિદાયથી સમગ્ર દેશમાં, ઘેરા શોકની લાગણી પ્રસરી છે. પુર્ણ રાજકીય સન્માન સાથએ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દિલ્હીના લોધી રોડ સ્થિત સ્મશાન ગૃહમાં તેઓ પંચમહભુતમાં વિલિન થયા હતા. પુર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના અંતિમ સંસ્કાર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહીત દેશના અગ્રણી નેતાઓએ તેમને ભાવભીની શ્રર્દ્ધાંજલી પાઠવી હતી. આ અગાઉ તેમનો પાર્થીવ દેહ ભાજપના મુખ્યાલયમાં રાખવામાં આવ્યો હતો જ્યા પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓએ તેમના અંતિમ દર્શન કરીને શ્રર્દ્ધાંજલી અર્પી હતી.ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડાએ પાર્ટી મુખ્યાલયે તેમના પાર્થીવ દેહ ઉપર શ્રર્દ્ધા સુમન અર્પણ કર્યા હતા. અને પુર્ણ રાજકિય સન્માન સાથે તેમના દેહને ભારતિય ધ્વજમાં લપેટવામાં આવ્યો હતો. મંગળવારે રાત્રે એઈમ્સ હોસ્પીટલમાં 67 વર્ષીય સુષ્મા સ્વરાજનું નિધન થયું હતું. નાદુરસ્ત તબિયતના કારણે તેમણે લોકસભાની 2019ની ચૂંટણી લડી ન હતી. પરંતુ હંમેશા સોશીયલ મિડીયામાં સક્રિય રહ્યા હતા.દિવગંત નેતા હંમેશા તેમના પ્રેમાળ સ્વભાવને કારણે લોકોની સ્મૃતિમાં રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply