જમ્મુ–કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન અવધિ વધારવાનો લોકસભામાં રજૂ કરાયો પ્રસ્તાવ
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં રાષ્ટ્રપતિ શાસન અવધિ વધારવાનો અને જમ્મુ - કાશ્મીર આરક્ષણ વિધેયક - 2019નો પ્રસ્તાવ રજૂ કર્યો
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં રાષ્ટ્રપતિ શાસન અવધિ વધારવાનો અને જમ્મુ - કાશ્મીર આરક્ષણ વિધેયક - 2019નો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ઘાટીમાં આતંક સામે અમારી સરકારે સખત પગલાં ભર્યા છે. આતંકવાદને ઝડપી ઉખેડી નાખવા અમારી સરકારે કોઈ કસર છોડી નથી. લોકસભામાં કેન્દ્રિય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર પ્રદૂષણ પર એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, બદરપુર થર્મલ સંયત્રને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની ઓનલાઈન દેખરેખ રાખવામાં આવી રહી છે.
