મહારાષ્ટ્રમાં ચોમાસાની વિધિવત શરૂઆત, રાજ્યનાં અનેક શહેરોમાં ભારે વરસાદ
Live TV
-
મુંબઈમાં શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા
મહારાષ્ટ્રમાં ચોમાસાની વિધિવત શરૂઆત થતાં રાજ્યનાં અનેક શહેરોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં પણ શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને એરપોર્ટ નજીક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. હવામાન વિભાગ અનુસાર મુંબઈ, થાણે, રત્નાગીરી અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકથી લઈને 36 કલાક સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વરસાદની ગંભીરતાને જોતાં બીએમસીએ દરેક વોર્ડ માટે એક ટ્વીટર હેન્ડલ બનાવ્યું છે જેની પર પોતાના વિસ્તાર સાથે જોડાયેલી સમસ્યાઓને લોકો રજૂ કરી શકાશે.
