લોકસભામાં જમ્મુ-કાશ્મીર આરક્ષણ સંશોધક વિધેયક અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને 6 મહિના લંબાવવા માટે અપાઈ મંજૂરી
Live TV
-
જમ્મુ - કાશ્મીર આરક્ષણ વિધેયકનો જવાબ આપતાં ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં કોંગ્રેસને આડે હાથ લીધી
લોકસભામાં જમ્મુ - કાશ્મીર આરક્ષણ સંશોધક વિધેયક અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને 6 મહિના લંબાવવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. જમ્મુ - કાશ્મીર આરક્ષણ વિધેયકનો જવાબ આપતાં ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. રાષ્ટ્રપતિ શાસનનો વિરોધ કરવા પર ગૃહમંત્રીએ વિપક્ષ પર આકરા પ્રકાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરમાં આતંકવાદ પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદ છે. અને આતંકવાદ સામે તેમની સરકારની લડવાની રીત અન્ય સરકારો કરતાં અલગ છે. અમિત શાહે કહ્યું હતું કે, આતંકવાદ પર મોદી સરકારની ઝીરો ટોલરન્સની નીતિ છે. તો સદનમાં ગૃહમંત્રીએ સર્જીકલ સ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં રાષ્ટ્રપતિ શાસન અવધિ વધારવાનો અને જમ્મુ - કાશ્મીર આરક્ષણ વિધેયક - 2019નો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ઘાટીમાં આતંક સામે અમારી સરકારે સખત પગલાં ભર્યા છે. આતંકવાદને ઝડપી ઉખેડી નાખવા અમારી સરકારે કોઈ કસર છોડી નથી. લોકસભામાં કેન્દ્રિય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર પ્રદૂષણ પર એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, બદરપુર થર્મલ સંયત્રને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની ઓનલાઈન દેખરેખ રાખવામાં આવી રહી છે.
