Skip to main content
Settings Settings for Dark

PM મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબે વચ્ચે મુલાકાત, અનેક મુદ્દે થઈ ચર્ચા

Live TV

X
  • બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ સુદ્રઢ બને, સુરક્ષા, આતંકવાદ, વિકાસ, સ્ત્રીશક્તિકરણ, તેમજ આર્થિક બાબતો અને વેપાર વાણિજયને લઈને ચર્ચા થઈ હતી.

    જાપાનના ઓસાકામાં જી-ટ્વેન્ટી શિખર સંમેલન પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેએ અનેક મુદ્દે ચર્ચાઓ અને વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી હતી. આ બન્ને નેતાઓ વચ્ચે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન, વારાણસીમાં કન્વેંન્શન સેન્ટર સહિત વિવિધ માળખાગત સુવિધાઓ તેમજ સંરક્ષણ, અવકાશ અને સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ વિશે ચર્ચા થઈ હતી.

    આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ સુદ્રઢ બને, સુરક્ષા, આતંકવાદ, વિકાસ, સ્ત્રીશક્તિકરણ, તેમજ આર્થિક બાબતો અને વેપાર વાણિજયને લઈને ચર્ચા થઈ હતી.આ તમામ મુદ્દાઓ બાબતે ભારત અને જાપાન એકબીજાને સહયોગ કરે છે.

    ઉલ્લેખનીય છે કે, જાપાન ભારતમાં સૌથી મોટો ત્રીજો રોકાણ કરતો દેશ છે. FDI ઉપરાંત દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર, ચૈન્નઈ-બેંગાલુરૂ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર, તેમજ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન જેવા મોટા પ્રોજેક્ટ દ્વારા ભારતને વિકસીત કરવામાં જાપાન ભારતને મદદ કરી રહ્યું છે. તો સ્ટાર્ટ અપ, સુરક્ષા, આર્થિક ભાગીદારી, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પેસ, ડિજીટલ ઈકોનોમી, રીન્યુએબલ એનર્જી જેવી બાબતોને આગળ વધારવાની વાત કરવામાં આવી હતી. તો G-20 શિખર સંમેલનમાં પીએમ મોદી આર્થિક ભાગેડુંઓ પર કાર્યવાહી, જળવાયુ પરિવર્તન, ભ્રષ્ટાચાર અને વૈશ્વિક આતંકવાદ જેવા વિષયો પર ચર્ચા કરશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply