જમ્મુ કશ્મીરમાં DDC ચૂંટણીના સાતમા તબક્કા માટે મતદાન શરૂ
Live TV
-
જમ્મુની 18 અને કશ્મીરની 13 બેઠકો માટે મતદાતા કરી રહ્યા છે પોતાના મત્તાધિકારનો ઉપયોગ.કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ત્રણ તબક્કામાં યોજાયેલા મતદાનનું આજે પરિણામ
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં જીલ્લા વિકાસ પરિષદની ચૂંટણીના સાતમાં તબક્કા માટે અને પંચાયતની પેટા ચૂંટણી માટે મતદાન શરુ થયુ છે. ચૂંટણી સંદર્ભમા પ્રદેશમાં સુરક્ષાને લઇને તૈયારીઓ કરવામાં આવી છે. જીલ્લા વિકાસ પરિષદ ની ચૂંટણીના સાતમા તબક્કામાં 31 નિવાર્ચન ક્ષેત્રોમાં મતદાન થઇ રહ્યુ છે. જેમાં 18 જમ્મુ ડીવીઝન અને 13 કાશ્મીર ડીવીઝનના ક્ષેત્રો સામેલ છે. સવારે સાત વાગે શરુ થયેલુ મતદાન બપોરે બે વાગ્યા સુધી ચાલશે. જિલ્લા વિકાસ પરિષદના 31 નિર્વાચન ક્ષેત્રો માટે કુલ 258 ઉમેદવારો મેદાનમાં છે. જેમાથી 148 કાશ્મીરમાં છે અને 150 ઉમેદવારો જમ્મુ છે. તો છ લાખ 81 હજાર જેટલા મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. તો કેરળમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતોની ગણતરી આજે થશે.મતોની ગણતરી સવારે આઠ વાગે શરુ થશે. રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યુ છે કે આ ચૂંટણી ત્રણ તબક્કામાં યોજવામાં આવી હતી. ત્યારે મતગણતરી માટે તમામ તૈયારીઓ કરવામાં આવ્યા છે.રાજ્યના 244 કેન્દ્રો પણ કોવિડની ગાઇડલાઇન મુજબ મત ગણતરી થશે. ચૂંટણી પંચની વેબસાઇટ પર તમામ પરિણામો મુકવામાં આવશે. કેરળમાં ત્રણેય તબક્કામાં 70 ટકા જેટલુ મતદાન થયુ હતું.