પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્લીમાં આવેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર 1971ના યુદ્ધના રણબાંકુરોને આપી સલામી
Live TV
-
ભારત-પાકિસ્તાન યુદ્ધની 50મી વર્ષગાંઠ પર સ્વર્ણિમ વિજય મસાલ પણ કરી પ્રજ્વલિત.મસાલને યુદ્ધના પરમવીરચક્ર અને મહાવીરચક્ર વિજેતાઓના ગામ સહિત દેશના વિવિધ ભાગોમાં લઈ જવામાં આવશે.સ્વર્ણિય વિજય વર્ષ અંતર્ગત દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1971 ભારત-પાકિસ્તાન વચ્ચેના યુધ્ધના 50 વર્ષ પુરા થવા પર દિલ્હી સ્થીત રાષ્ટ્રીય સમર સ્મારક પર શહિદોને પુષ્પચક્ર સમર્પિત કરી શ્રધ્ધાંજલી સમર્પિત કરી હતી. આ પ્રસંગે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, મુખ્ય રક્ષા અધ્યક્ષ બિપીન રાવત, અને ત્રણેય સેનાના અધ્યક્ષ ઉપસ્થીત રહ્યાં હતાં. આ સમયે ફ્લાય પાસ્ટનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ણીમ મશાલને પ્રજવલ્લીત કરી હતી. રાષ્ટ્રીય સમર સ્મારક ઉપર સતત પ્રજવલ્લીત રહેનાર અમર જવાન જ્યોતીથી ચાર વિજય મશાલને પ્રજવલ્લીત કરવામાં આવી હતી. જેને સેનાના જવાનોને સોપવામાં આવી હતી. દેશના શૌર્ય અને પરાક્રમના પ્રતિક આ ચાર મશાલ ને દેશના દરેક ખુણામાં લઇ જવામાં આવશે. ત્યાર બાદ આ મશાલ દિલ્હી પરત લાવવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિઝીટીંગ પુસ્તકમાં પોતાના વિચારો લખ્યાં હતાં. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 1971 ભારત-પાક યુધ્ધના 50 વર્ષના પ્રસંગે દિલ્હીમાં સ્થીત રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે દેશ ભરમાં ઉજવાનારા સ્વર્ણીમ વિજય વર્ષ ઓળખ ચીન્હનું અનાવરણ કર્યું હતું. આ સાથે સમગ્ર વર્ષ ચાલનારા સ્વર્ણીમ વિજય વર્ષ સમારોહની શરૂઆત થઇ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિજય દિવસે ટ્વીટ કરી કહ્યું કે આવો આપણે આપણા સૈનીકોની વિરતાને યાદ કરીએ જેમણે આપણા રાષ્ટ્રની સમપ્રભુતા અને માનવીય ગરીમીની રક્ષા માટે અતુટ પ્રતિબધ્ધતા દેખાડી. 1971ની લડાઇમાં તેમની શહાદત આપણી સેના માટે અદ્વીતીય ધેર્ય અને કૌશલ બતાવ્યું હતું. રાષ્ટ્ર સદેવ તેમનું રૂણી છે.