પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત,પાકિસ્તાન યુદ્ધની 50મી વર્ષગાંઠ પર સ્વર્ણિમ વિજય મસાલ કરશે પ્રજ્વલિત
Live TV
-
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર આયોજિત કાર્યક્રમમાં શહીદ સૈનિકોને આપશે શ્રદ્ધાંજલિ.આજથી સ્વર્ણિય વિજય વર્ષ અંતર્ગત દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ભારત પાકિસ્તાન યુધ્ધના 50 વર્ષ પુરા થવાના તકે આજે નવીદિલ્હી સ્થિત રાષ્ટ્રીય સમર સ્મારકના અમરજ્યોતીથી સ્મરણીય જ્યોતી મશાલ પ્રજવલ્લિત કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સહિત મુખ્ય રક્ષા અધ્યક્ષ અને ત્રણેય સેનાના વડાઓ શહિદોને શ્રધ્ધાંજલિ અર્પિત કરશે. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સંરક્ષણ રાજ્યમંત્રી શ્રીપદ યશોનાયક તેમજ સંરક્ષણ મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ હાજર રહેશે. રાષ્ટ્રીય સમર સ્મારક ઉપર સતત પ્રગટ રહેતી જ્યોતીથી ચાર વિજય મશાલ પ્રજવલ્લિત કરવામાં આવશે. તથા તેને 1971ના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામ સહિત દેશના વિવિધ ભાગોમાં લઇ જવામાં આવશે. આ વિજેતાઓના ગામોની સાથે સાથે 1971ના યુધ્ધ સ્થળોની માટીને નવીદિલ્હીના રાષ્ટ્રીય યુધ્ધ સ્મારકમાં લાવવામાં આવશે. આજથી દેશભરમાં સ્વર્ણિમ વિજય વર્ષ મનાવવામાં આવશે. જે અનુસાર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં યુધ્ધમાં સામેલ સૈનિકો અને વીર નારીઓને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત સેમિનાર, પ્રદર્શની, ફિલ્મ, સહિત અનેક કાર્યક્રમો યોજાશે.