જમ્મુ-કાશ્મીરઃ બીજા તબક્કાનું મતદાન શરૂ
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ- કશ્મીરના ઈતિહાસમા પ્રથમવાર જીલ્લા વિકાસ પરીષદની ચુંટણીઓ યોજાઈ રહી છે. આજે એનું બીજા તબક્કાનું મતદાન શરુ થયુ છે. બીજા તબક્કામાં કુલ 43 સીટો પૈકી 25 સીટો પર કશ્મીર અને 18 સીટો પર જમ્મુમા મતદાન થઈ રહ્યુ છે. 43 સીટો પર કુલ 321 ઉમેદવારો ચુંટણીમા પોતાનુ ભાગ્ય અજમાવી રહ્યા છે. જેમા 196 ઉમેદવાર કશ્મીર તથા 125 ઉમેદવારો જમ્મુથી ચુંટણીમા ભાગ લઈ રહ્યા છે. જેઓનુ ભાવી પ્રદેશના 7 લાખ 90 હજાર મતદારો નક્કી કરશે. કોવિડ 19ને લઈને પ્રશાસન દ્વારા ચુંટણીમા સોશિયલ ડિસ્ટન્સ, સુરક્ષા તથા તમામ પ્રકારની તૈયારીઓની તકેદારી રાખવામા આવી રહી છે.
